સુરતઃ શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં પતિ, પત્ની, માતા, પિતા અને બે બાળકો સહિત પરિવારના સાત લોકોએ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર પરિવારના છ લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો છે.
શહેરમાં સોલંકી પરિવારને કોઈ અંગત કારણસર ઝેર ઘોળ્યું છે. જેથી એકસાથે સાત લોકોના મોતથી થયાં છે. આ બનાવમાં પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધાં છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે તેમણે પરિવારના અન્ય સભ્યોને ઝેરી દવા આપી હોવાની આશંકા છે.