મુંબઈ: ભારતીય શેરબજાર 25 જુલાઈને ગુરુવારના રોજ 600થી વધુ પોઈન્ટના ગાબડાં સાથે ખુલ્યું છે. નિફ્ટી 24,550ની નીચે છે અને સેન્સેક્સમાં 604 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટી 178 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો છે.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા ઘટીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSEનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.11 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે