ઝકરબર્ગની ગોલ્ડ પ્લેટેડ ચેઈનની હરાજી 100 ગણી કિંમતમાં થઈ

અમેરિકા: મેટા CEO, સામાન્ય રીતે માત્ર સાદા ગ્રે ટી-શર્ટ અથવા હૂડીમાં જોવા મળે છે. સાથે જ તેઓ લાંબા કર્લી વાળ અને ચાંદી અથવા સોનાની ચેન પહેરેલા જોવા છે. આવી જ તેમની જૂની ગોલ્ડ પ્લેટેડ ક્યુબન લિંક ગોલ્ડ વર્મીલ ચેઈન ઓનલાઈન હરાજી માટે મૂકવામાં આવી હતી. જેની હરાજી $40,500માં થઈ છે. આ કિંમત તેની મૂળ કિંમત કરતાં લગભગ 100 ગણી વધું છે.ટિલ્ટિફાઇ, એક ભંડોળ ઊભું કરવા માટેનું પ્લેટફોર્મ છે. તેમણે ઝકરબર્ગની ફેસબુકના શરૂઆતના દિવસોમાં પહેરેલી સોનાની ચેઇન પૈકીની એકની હરાજી કરી છે. જે 6.5mm ક્યુબન ચેઇન ગોલ્ડ વર્મીલ પ્રકારની છે. જેની બજાર કિંમત માત્ર $425 છે.માર્ક ઝુકરબર્ગની ગોલ્ડ વર્મીલ ચેઇન કે જેમણે કદાચ થોડાક સમય માટે જ પહેરી હતી, તેના માટે 96 જેટલી બોલી લગાવવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર હરાજીની શરૂઆત $2,500ની બિડ સાથે થઈ અને કિંમત સતત વધતી ગઈ. હરાજીમાં અંતિમ બોલી લગાવનાર વ્યક્તિ સહિતના મોટાભાગના બિડરોએ અનામી રહેવાનું પસંદ કર્યું છે.Tiltify અનુસાર, ઝકરબર્ગે આ અઠવાડિયે બુધવારે યોજાયેલી લોંગ જર્ની ચેરિટી પોકર ટૂર્નામેન્ટ વિશે સાંભળ્યા બાદ હરાજીમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને તેનું કારણ ઇન્ફ્લેક્શન ગ્રાન્ટ્સને સમર્થન આપવાનું છે. માર્ક ઝકરબર્ગે આ ચેઇનને “ટાઇમલેસ પીસ” તરીકે ગણાવી છે.  વિજેતા બિડરને માત્ર ચેઇન જ નહીં પરંતુ ઝકરબર્ગનો વ્યક્તિગત વીડિયો પણ મોકલવામાં આવશે.