રાહુલબાબાની ઓનલાઈન અંતાક્ષરી…

ગુજરાતના કેટલાક કલાકારોએ લોકોના મનોરંજન માટે ઓન-લાઈન લાઈવ અંતાક્ષરી રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ગુજરાતી પ્રજાએ તે માણ્યો પણ ખરો….
હવે જરા વિચારો, જો રાહુલ ગાંધી આવી ઓનલાઈન અંતાક્ષરી ચાલુ કરે તો ?…
*
રાહુલ ગાંધી : બૈઠે બૈઠે ક્યા કરેં, કરના હૈ કુછ કામ, શુરુ કરેં…
મોદીજી : (વચ્ચેથી કાપી નાંખતાં) રાહુલજી, બૈઠે બૈઠે તો આપ હૈં, હમ તો બહોત કામ કર રહે હૈં. આપ ભી કુછ કામ કરેં…
રાહુલ : વહી તો કર રહા હું… કરના હૈ કુછ કામ, શુરુ કરેં અંતા – અંતા – (મોબાઈલમાં જોતાં) યે ક્યા લિખા હૈ, અંતા – એક્સ – રે…
સોનિયાજી : વો આન્ટાકસારી લિખા હાય.
રાહુલ : ઓ માય ગોડ… સબ કુછ સંસ્કૃત મેં હોતા જા રહા હૈ ! યે બીજેપી કા હિડન એજેન્ડા હૈ, એની વે, શુરુ કરે અંતા-એક્સ-રે, લેકર પ્રભુ ચાવલા કા નામ.

મમતા બેનરજી : ચાવલ ? આમરા બાંગ્લા સે ચાવલ ચોરી હો રાહા હાય ! સેન્ટ્રાલ ગોવ્હરમેન્ટ હમારા ચાવલ કા ક્વોટા દુસરા સ્ટેટ કો ભેજ રાહા હાય.
રાહુલ : ચાવલ નહીં દીદી, આઈ સેઈડ ચાવલા… ચા… વ… લા…
મણિશંકર ઐયર : યે ક્યા કરતે હો રાહુલબાબા ? ‘ચાય વાલે’ કા નામ મત લો, હમ અગલા ચુનાવ ભી હાર જાયેંગે.
રાહુલ : અરે યાર, કોઈ ગાના ભી ગાયેગા ?
મમતા બેનરજી : (અચાનક ગાવા માંડે છે) બિજલી ગિરાને મૈં હું આઈ…
યોગી આદિત્યનાથ : દેખિયે, યુપી મેં બિજલી બાર બાર ચલી જાતી હૈ ઉસ કા મતલબ યે નહીં કિ આપ હમેં ઇસ પ્રકાર સે –
“કેજરીવાલ :* યોગીજી, બિજલી મેં ગિરાવટ લાને કા કામ સ્વયં પ્રધાનમંત્રીજી કર રહે હૈં! નૌ બજકર નૌ મિનિટ તક લાઈટેં કિસ ને બંદ કરવાઈ થી?


રાહુલ : પ્લીઝ, કોઈ ગાના ગાયેગા ? મનમોહનજી આપ કુછ ગાઈયે ના !
મનમોહન સિંહ : (તીણા અવાજે ગાવા માંડે છે) મેરે હાલત ઐસે હૈં, મૈં કુછ કર નહીં સકતા…
મોદીજી : (ધીમા અવાજે) દાલ-રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ…
કમલ હાસન : આઈ સે, ધીસ ઈઝ નોટ ગુડ. પ્રાઈમ મિનિસ્ટરને લોકડાઉન કે પહલે રાશન કા એરેન્જમેન્ટ નહીં કિયા ઔર અબ મનમોહનજી કો કહતે હૈં દાલ રોટી ખાઓ…
રજનીકાંત : (ગાવા મંડે છે) ડોન્ટ મિસ દા ચાન્સ… થલૈવા, આલ ધ રજની ફેન્સ, થલૈવા! (હસે છે) અપ્પના ઘર પે બઈઠ કે મ્યેરા સારા મુવીસ દેખો…
કેજરીવાલ : યે રજનીજી બીચ મેં અપના એડવર્ટાઈઝિંગ ક્યું કર રહે હૈં ?
રાહુલ : અરે, વો ગાના થા ! થલૈવા… સે ‘વ’ આયા. તો મેરા ગાના સુનિયે… (ગાય છે) વો ભી ક્યા દિન થે… હમેં દિલ મેં બિઠાયા થા કભી, ઔર હંસ હંસ કે ગલે તુમ ને લગાયા થા કભી…
સોનિયા : (કપાળે હાથ દઈને) બેટા, વો સબ ભાડુતી લોગ થે !
રાહુલ : (રડવા જેવો થઈ જાય છે) સચમુચ ? રિયલી ?
મોદીજી : (સ્માઈલ આપીને ગાય છે) આહેં ના ભર ઠંડી ઠંડી, ગરમ ગરમ ચાય પી લે… તૂ મેરી ચાય પી લે…

(મોદીજી લોગ-આઉટ થઈ જાય છે.)

-મન્નુ શેખચલ્લી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]