મુંબઈ: ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત સંત પરંપરાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર સાધુ કેશવજી વનદાસજી એટલે કે મહંતસ્વામી મહારાજ છે. તેમનો 91મો જન્મદિવસ ભાદરવા વદ નોમને એટલે કે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને ગુરુવારના રોજ મુંબઈના ગોરેગાંવ ખાતે આવેલાં નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉજવાયો. જેમાં દેશ-વિદેશના ૪૦૦થી વધુ સંતો, પચીસ હજારથી વધુ ભક્તો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ હાજર રહ્યા. સંતો-યુવકોનાં કીર્તનથી સમી સાંજે પાંચ વાગ્યે જન્મજયંતી ઉત્સવનો મંગળ પ્રારંભ થયો. ત્યાર બાદ યુવકો-બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સદગુરુ સંતોનાં પ્રાસંગિક પ્રવચનોની સરવાણી વહેતી રહી.