રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ટક્કર આપે તેવા ઉમેદવાર કોંગ્રેસ હજુ શોધી શકી નથી. ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે આગામી 16મી એપ્રિલના રોજ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે તેવી જાહેરાત થતાં કોંગ્રેસ હવે એક્ટિવ બની છે.
રાજકોટ લોકસભાની પ્રતિષ્ઠાભરી બેઠક માટે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા સમજાવવા અમરેલી પહોંચી છે. પરેશ ધાનાણીએ અગાઉ અમરેલી ધારાસભાની ચુંટણીમાં રૂપાલાને હરાવ્યા છે. આથી રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના 50 જેટલા આગેવાનો આજે સવારે રાજકોટથી અમરેલી પહોંચ્યા હતા.
દેવેન્દ્ર જાની (રાજકોટ)