નવસારી: દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખાય છે. 2008માં થયેલા નવા સિમાંકન બાદ નવસારી લોકસભા બેઠક અમલમાં આવી છે. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ માટે 2009થી આ બેઠક પર સી.આર. પાટીલ જીતતા આવ્યા છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે. આ લોકસભા વિસ્તારમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મીની ભારત પણ કહે છે. બેઠક પર સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારો છે.
ઉમેદવાર
ભાજપ- સી.આર.પાટીલ
ત્રણ ટર્મથી નવસારી લોકસભા બેઠક પરથી સાંસદ છે. પ્રથમ નોન ગુજરાતી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ છે. પ્રદેશ પ્રમુખ તરીકે 156 બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવે છે. લોકસભામાં સૌથી મોટી લીડથી જીતવાનો વિક્રમ પણ એના નામે બોલે છે. સુરતની ITIમાંથી અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં પોલીસ ખાતામાં નોકરી પણ કરી હતી. 1989માં તેઓ રાજકારણમાં આવ્યા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. 1995થી 1997 સુધી જી.આઈ.ડી.સી.ના ચેરમેન બન્યા હતા.
કોંગ્રેસ– નૈષધ દેસાઈ
નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાનીના પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે તેઓ સતત લડતા આવ્યા છે. નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચૂક્યા છે. તેમણે M.S., L.L.B.નો અભ્યાસ કર્યો છે. તેમજ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઈન ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. અગાઉ 2014માં સુરત બેઠક પરથી દર્શના જરદોષ સામે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
મતદારોની સંખ્યા
કુલ મતદાતા – 21,98,009
મહિલા મતદાતા – 11,83,801
પુરુષ મતદાતા – 10,14,100
PROFILE
– 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે 6,89,668ની રેકોર્ડબ્રેક લીડથી જીત હાંસલ કરી હતી.
– આ લોકસભા બેઠક પર સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવીનો સમાવેશ થાય છે.
વિધાનસભા સ્થિતિ
બેઠક | ઉમેદવાર | પક્ષ | વોટ | લીડ |
ઉધના | મંગુ પટેલ | ભાજપ | 93,999 | 69,896 |
ચોર્યાસી | સંદિપ દેસાઈ | ભાજપ | 2,36,033 | 1,86,418 |
મજુરા | હર્ષ સંઘવી | ભાજપ | 1,33,335 | 1,16,675 |
નવસારી | રાકેશ દેસાઈ | ભાજપ | 1,06, 875 | 72,313 |
જલાલપોર | આર.સી. પટેલ | ભાજપ | 1,06,244 | 68,699 |
ગણદેવી(ST) | નરેશ પટેલ | ભાજપ | 1,31,116 | 93,166 |
લિંબાયત | સંગીતા પટેલ | ભાજપ | 95,696 | 58,009 |
- નવસારીને દેશમાં દાંડી અને મીઠા સત્યાગ્રહના નામે ઓળખે છે.
- નવસારી બેઠક પહેલાં સુરત લોકસભા બેઠકનો ભાગ હતી
- બેઠક પરથી પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ જીત્યા હતા.
- છેલ્લાં 35 વર્ષથી ભાજપની આ બેઠક પર પકડ છે
- 1989માં સૌપ્રથમ વખત કાશીરામ રાણાએ ભાજપને જીત અપાવી હતી.
- બેઠક પર ભારે લીડથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.
- બેઠક પર અનેક મોટા ઉદ્યોગો આવેલાં છે, જેના કારણે સ્થળાંતરિત શ્રમિકો મોટી સંખ્યામાં છે.