ગઈ તિથિ બ્રાહ્મણ પણ નથી વાંચતો

 

  ગઈ તિથી બ્રાહ્મણ પણ નથી વાંચતો

ભૂતકાળ એ ભૂતકાળ છે. જે પળ વીતી ગઈ તે પાછી લાવી શકાતી નથી. જે દિવસ વીતી ગયો તે દિવસ કાળની ગર્તામાં ખોવાઈ ગયો. એટલે એને ભૂતકાળ સમજીને ભૂલી જવામાં જ શાણપણ છે એવી વાત આ કહેવત કરે છે.

ગોર મહારાજ વિધી કરાવે ત્યારે જે તે દિવસની તિથી વાર અને નક્ષત્ર સ્મરણ કરાવે છે. હવે આજના દિવસે જે વિધી કરવો હોય તો ગઈ કાલની તિથી નક્ષત્ર કે સમય મુજબ ના થઈ શકે. આ સંદર્ભમાં ‘ગઈ તિથી બ્રાહ્મણ પણ નથી વાંચતો’  કહેવત વપરાય છે જેનો સરળ અને સીધો અર્થ છે ભૂતકાળ ભૂલી જાવ. જે પળ વીતી ગઈ તે કાળની ગર્તામાં ખોવાઈ ગઈ. તમારા હાથમાં અત્યારે જે પળ છે તે જ છે કારણ કે આવનાર પળ પર પણ તમારો કોઈ કાબૂ નથી.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]