આજના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો વપરાશ વધતા આંખની સમસ્યાઓ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય તો એ ચિંતાનો વિષય છે. આજે નાના બાળકોને પણ નંબરના ચશ્મા પહેરેલા આપણે જોઈએ છીએ. જો તમારી આંખોની રોશની ધીમે ધીમી ઘટી રહી છે, આંખો નબળી પડી રહી છે તો સમજી લેજો કે તમે યોગ્ય પોષણ યુક્ત ખોરાક નથી લઈ રહ્યાં.
આંખોને સ્વસ્થ રાખવા અને સારી રોશની માટે તમારે વિટામિન ‘એ’, વિટામિન ‘કે’ અને વિટામિન ‘સી’ ની જરૂર પડે છે. તમારે તમારા રોજીંદા ભોજનામાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જેનાથી તમારી આંખોને યોગ્ય પોષણ મળી શકે.
ઘણી વખત લાપરવાહીને કારણે નબળી પડી જાય છે તો ઘણી વખત જેનેટિક સમસ્યાને કારણે પણ આંખોની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં માત્ર દવા લેવી જ પૂરતી નથી, જો ખાવાપીવામાં થોડું ધ્યાન રાખવામાં આવે તો આંખોની રોશની જળવાઈ રહે છે.
વિટામિન-સી
આંખો માટે વિટામિન ‘સી’ ખૂબ જ જરૂરી છે. તમે તમારા ભોજનમાં આંબળા, લીંબુ, સંતરા, કીવી, ટામેટાં, સ્ટ્રોબેરી જેવા ખાટા ફળોનો સમાવેશ કરી શકો છો. આંબળા આંખો માટે વરદાન છે. આંબળાને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો.
લીલા શાકભાજી
જો આંખોના સ્વસ્થ રાખવી હોય તો તમારે ભોજનમાં દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી સામેલ કરવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં લ્યૂટિન અને જીએક્સૈથિન ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમે પાલખ, બ્રોકોલી, શિમલા મિર્ચ વગેરે જેવા લીલા શાકભાજીને તમારા ભોજનમાં સ્થાન આપો.
ગાજર
કહેવાય છે કે, દરરોજ એક ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવાથી આંખોના ચશ્મા ઉતરી જાય છે. એટલા માટે શિયાળામાં દરરોજ ગાજર કે મિક્સ વેજીટેબલનું જ્યૂસ પીવું જોઈએ. આ ઉપરાંત તમે સલાડમાં ખૂબ ગાજર ખાઓ. ગાજરનું શાક પણ તમે બનાવી શકો છો. આ બધુ આંખો માટે ફાયદાકારક સાબિત થશે.
એલચી
આંખોને સ્વસ્થ રાખવા માટે આંખોને ઠંડક આપવી પણ જરૂરી છે. એના માટે તમે એલચીનો ઉપયોગ કરો. એલચી તમારા શરીરના તાપમાનને સંતુલિત રાખે છે. નિયમિતરૂપે એલચી ખાવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની રોશની વધે છે.