મગજની કાર્યક્ષમતા વધારે બ્રોકોલી

મે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે કોઈ કાર્ય કરવાનું શરૂ કરો અને એને પાર પાડો ત્યાં સુધી એનું મેનેજમેન્ટ કરવામાં તમને કોણ મદદ કરે છે? કોઈની વાતને લઈને તમે જે નાની કે મોટી પ્રતિક્રિયા આપો છો તો એની સમજણ તમને કોણ આપે છે? બહુ સ્વાભાવિક વાત છે! આવા અગત્યનાં કામો આપણું મગજ જ કરે છે! આવા તો ઘણા નિર્દેશ આપણને આપવા માટે આપણું મગજ સતત કાર્યરત રહેતું હોય છે!

 

આપણે આપણા શરીર માટે પોષક આહાર લઈએ છીએ તો મગજ માટે પણ પોષક આહાર જરૂરી તો છે જ! મગજને પોષણ આપતો આહાર છે, બ્રોકોલી. જેનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. સતત કાર્યશીલ રહેતા મગજ માટે બ્રોકોલી એક ઉત્તમ ડાયેટ છે.

ઘણા લોકો બ્રોકોલીને લીલાં શાક તરીકે પણ ખાય છે. બ્રોકોલી કોઈપણ શાકભાજીની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી વિશે રિસર્ચ પણ થયું છે અને સાબિત થયું છે કે જો બ્રોકોલી નું સ્મૂધી કે ડ્રીંકના રૂપમાં સેવન કરવામાં આવે તો તે ઘણું જ લાભકારી છે. તેમાંથી મળતાં વિટામીન્સ્ અને મિનરલ્સ્ લોહીમાં જલ્દી ભળી જાય છે અને ઘણા જ ઓછા સમયમાં શરીરના વિભિન્ન ભાગો સુધી આ વિટામિન ત્વરિત પહોંચીને ઘણો જ ફાયદો આપે છે.

બ્રોકોલીમાં રહેલાં ઓમેગા-3 ફેટી એસિડ, ફ્લેવોનોઈડ, વિટામિન-ઈ, લોહતત્વ અને કોપર જેવા પોષક તત્વો મગજને તેજ કરે છે અને એની કાર્યક્ષમતા પણ વધારે છે.

કઈ રીતે બનાવશો બ્રોકોલી સ્મૂધી?
સામગ્રી:
બ્રોકોલી – સો ગ્રામ, પાણી – ૧ કપ

 

રીતઃ
બ્રોકોલીને ધોઈને એના નાના ટુકડા કરી લેવા. મિક્સરમાં બ્રોકોલી ના ટુકડા તથા પાણી નાખીને 5 મિનિટ સુધી ગ્રાઈન્ડ કરવું. આ જ્યૂસને એક ગ્લાસમાં ગાળી લીધા બાદ એનું સેવન કરી શકો છો.

તમે અઠવાડિયામાં ત્રણ વાર આ ડ્રીંક લઈ શકો છો.