અમદાવાદ- અમદાવાદમાં આજથી નેશનલ ચેમ્પિયનશિપ ફોર WRO (વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ)નો પ્રારંભ થયો છે. 15 અને 16 સપ્ટેમ્બર બે દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપનું અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 થી 25 વર્ષની વયના 1,000થી વધુ ઈનોવેટર્સ એક પ્લેટફોર્મ પર પ્રોબ્લેમ સોલ્વીંગસ્કીલ્સ રજૂ કરી રહ્યાં છે..
ડો. આનંદ જેકબ વર્ગીસ,. ડીરેકટર અને સીઈઓ હિન્દુસ્તાન ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સ, એમ કે શ્રીવાસ્તવ, જનરલ મેનેજર ( પ્રોજેકટ એન્જિન્યિરીંગ સી એન્ડ આઈ) એનટીપીસી લિમિટેડ દ્વારા આ ચેમ્પિયન શિપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આન્ડીયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા આયોજીત વર્લ્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ ભારતનાં 12 શહેરોમાં યોજાય છે અને અને હજારો વિદ્યાર્થી તેમાં ભાગ લે છે.
આ સ્પર્ધાને ફૂટબોલ કેટેગરી, ઓપન કેટેગરી અને રેગ્યુલર કેટેગરી એમ 3 કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ફૂટબોલ કેટેગરીના હિસ્સા તરીકે ટીમ સ્થળ ઉપર બે સ્વયંસંચાલિત રોબોટસનુ નિર્માણ કરશે.
બે ટીમના રોબોટસ વચ્ચે સોકર સ્પર્ધા યોજાશે. અને તેમાં રોબોટ્સ વિદ્યાર્થીઓ દ્વારા કોડેડ સૂચનાઓ ડીઝાઈન અને મુજબ કામ કરશે. ઓપન કેટેગરીમાં વિદ્યાર્થીઓ ફૂડ પ્રોડક્શન, વિતરણ અને મેનેજમેન્ટને લગતા વાસ્તવિક દુનિયાને સ્પર્શતા સવાલોના ઉપાયો રજૂ કરશે.
રેગ્યુલર કેટેગરીમાં વિદ્યાર્થીઓ ઓટોનોમસ રોબોટ પ્રોગ્રામ કરશે અને ચેલેન્જ અંગે સંખ્યાબંધ ફૂડ મેટર્સ થીમ ટાસ્કના ઉપાયો જણાવશે.વિજેતા ટીમ નવેમ્બર 16 થી 18 દરમ્યાન થાઈલેન્ડમાં યોજાનાર WROમાં ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.