GalleryTravel ટ્યૂલિપ ફૂલોની કાર્પેટ… April 13, 2018 તુર્કીના પાટનગર ઈસ્તંબુલમાં સુલતાનમેત ચોક ખાતે 12 એપ્રિલ, ગુરુવારે ટ્યૂલિપ ફૂલોને એવી રીતે બિછાવવામાં આવ્યા છે જાણે ફૂલોની કાર્પેટ મૂકી હોય. વિશ્વની સૌથી મોટી ટ્યૂલિપ કાર્પેટ ગણવામાં આવે છે. આ માટે લગભગ 3 કરોડ જેટલા ટ્યૂલિપ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્પેટ 1,453 સ્ક્વેર મીટરની છે. દર વર્ષે ટ્યૂલિપ મહોત્સવ યોજવામાં આવે છે અને એ વખતે આ ફૂલો ઠેરઠેર રસ્તાઓ પર બિછાવવાથી ઈસ્તંબુલની કાયાપલટ થઈ જાય છે. આ વખતે પણ અનેક શેરીઓ, ઉદ્યાનોમાં વિવિધ વેરાયટીનાં ટ્યૂલિપ ફૂલોને બિછાવવામાં આવ્યા છે. આ મહોત્સવ આ મહિનાના અંત સુધી ચાલે છે.