GalleryTravel પીયૂષ ગોયલે T-18 ટ્રેનનું નિરીક્ષણ કર્યું… January 2, 2019 રેલવે પ્રધાન પીયૂષ ગોયલે 2 જાન્યુઆરી, બુધવારે નવી દિલ્હીમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન ખાતે દેશની ફાસ્ટેસ્ટ ટ્રેન Train-1 (T-18)નું નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રેનની કમર્શિયલ સેવા 15 જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થાય એ પૂર્વે શરૂ કરવામાં આવે એવી ધારણા છે. આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે દોડાવવામાં આવશે. આ રૂટ પર દોડતી ટ્રેનો કરતાં T-18 ટ્રેન 45 ટકા વધારે ફાસ્ટ દોડશે. પીયૂષ ગોયલની સાથે રેલવે બોર્ડના સભ્ય (ટ્રાફિક વિભાગ) ગિરીશ પિલ્લાઈ પણ હતા. ગોયલે કહ્યું કે T-18ને સેવામાં ઉતારવાની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. વડા પ્રધાન મોદી ટ્રેનનું લોકાર્પણ કરશે. આ ટ્રેન કલાકના 130 કિ.મી.ની ઝડપે દોડાવવામાં આવશે. દિલ્હી અને વારાણસી વચ્ચેની ટ્રેનસફર, જેમાં સામાન્ય રીતે સાડા અગિયાર કલાકનો સમય લાગે છે, આ ટ્રેનથી ઘટીને 8 કલાકની થઈ જશે. https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2019/01/xCGTnil38JGdW96C.mp4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2019/01/nesw.mp4