અમેરિકાના મિનેસોટામાં બરફની ગુફા…

0
4147
અમેરિકાના મિનેસોટા રાજ્યના એક્સલસિયરમાં આજકાલ મુલાકાતી, પર્યટકોમાં આઈસ કાસલ (બરફના કિલ્લા)ની મુલાકાત વખતે આઈસ કેવ (બરફની ગુફા) આકર્ષણનું કેન્દ્ર બની છે. બરફના કિલ્લામાં LED-રોશનીથી સુશોભિત શિલ્પકૃતિઓ, થીજી ગયેલા સિંહાસનો, બરફમાંથી કોતરીને બનાવેલાં બોગદાં, સ્લાઈડ્સ, ફૂવારા વગેરે જોવાનો આનંદ મળે છે. બરફનો આ કિલ્લો અને ગુફા પ્રોફેશનલ આઈસ આર્ટિસ્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યા છે.