મોદીએ કાનપુર મેટ્રો પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, મેટ્રો ટ્રેનમાં સફર કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર, મંગળવારે કાનપુરમાં જઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. એમણે બાદમાં આઈઆઈટી મેટ્રો સ્ટેશનેથી મેટ્રો ટ્રેનમાં બેસીને ગીતા નગર સુધી સફર કરી હતી. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી પણ હતા. સંપૂર્ણ કાનપુર મેટ્રો રેલવે 32.5 કિ.મી. લાંબી છે. પહેલો તબક્કો 23.8 કિ.મી.નો છે. બીજો તબક્કો 8.6 કિ.મી.નો હશે. બુધવારથી દરરોજ મેટ્રો સેવા જાહેર જનતા માટે શરૂ કરાશે.

PM Modi inaugurates Kanpur Metro with a ride .(photo:Twitter)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]