GallerySports ભારત-વિન્ડીઝ પહેલી ODI વરસાદને કારણે અનિર્ણિત… August 9, 2019 જ્યોર્જટાઉન (ગયાના)ના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે 8 ઓગસ્ટ, ગુરુવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ. માત્ર 13 ઓવર જ નાખી શકાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ક્રિસ ગેલ (4)ની વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. ગેલને ચાઈનામેન બોલર કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. ગેલ 31 બોલ રમ્યો હતો. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3-મેચોની સીરિઝની બાકીની બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. બીજી મેચ 11 ઓગસ્ટે અને ત્રીજી 14 ઓગસ્ટે રમાશે.