GallerySports બીજી T20Iમાં ભારતનો પરાજય… February 22, 2018 સેન્ચુરિયનમાં 21 ફેબ્રુઆરી, બુધવારે રમાઈ ગયેલી સિરીઝની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 6-વિકેટથી પરાજય આપીને ત્રણ-મેચોની સિરીઝને 1-1થી સમાન કરી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતે મનીષ પાંડેના અણનમ 79 અને મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 52 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 188 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ વિકેટકીપર હેન્રીક ક્લાસેનના 69 અને કેપ્ટન જેપી ડુમિનીના અણનમ 64 રનના મુખ્ય યોગદાનની મદદથી 18.4 ઓવરમાં 4 વિકેટે 189 રન કરીને મેચ જીતી લીધી હતી. બંને ટીમ વચ્ચે ત્રીજી અને સિરીઝની નિર્ણાયક મેચ 24 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં રમાશે. 1 of 7 હેન્રીક ક્લાસેન - મારફાડ બેટિંગ કરીને 69 રન ફટકાર્યા ક્લાસેન અને કેપ્ટન ડુમિનીની જોડીએ દક્ષિણ આફ્રિકાને વિજય અપાવ્યો મહેન્દ્ર સિંહ ધોની - 52 રન કરીને નોટઆઉટ મનીષ પાંડે - 79 રન સાથે નોટઆઉટ વિરાટ કોહલી સુરેશ રૈના