આંદોલનકારી પહેલવાનોને મળવા પી.ટી. ઉષા જંતરમંતર ખાતે ગયાં

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)નાં પ્રમુખ પી.ટી. ઉષા 3 મે, બુધવારે નવી દિલ્હીમાં જંતરમંતર ખાતે ગયાં હતાં જ્યાં તેઓ છેલ્લા 11 દિવસોથી આંદોલન કરી રહેલી ભારતની ટોચની મહિલા કુસ્તીબાજોને મળ્યાં હતાં. ઉષા એમની મુલાકાત દરમિયાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને સંગીતા ફોગાટને મળ્યાં હતાં. આ મહિલા કુસ્તીબાજોની માગણી છે કે ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખપદેથી બ્રિજભૂષણ શરણસિંહ રાજીનામું આપે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ પર યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. સાક્ષી મલિક રિયો ઓલિમ્પિક્સની કાંસ્યચંદ્રક વિજેતા છે.