ભારતે 7 જાન્યુઆરી, મંગળવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી સિરીઝની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 7-વિકેટથી પરાજય આપ્યો હતો અને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. પહેલી મેચ વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.
ગઈકાલની મેચનો ટૂંકો સ્કોરઃ શ્રીલંકા ૧૪૨-૯ (૨૦), ભારત ૧૪૪-૩ (૧૭.૩). ભારતના દાવમાં લોકેશ રાહુલે ૪૫, શિખર ધવને ૩૨, શ્રેયસ ઐયરે ૩૪, કેપ્ટન વિરાટ કોહલીએ ૩૦* રન કર્યા હતા.
ત્રીજી અને સિરીઝની આખરી મેચ 10 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
ફાસ્ટ બોલર નવદીપ સૈનીને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે બોલિંગમાં બે વિકેટ લીધી હતી અને 3 કેચ પકડ્યા હતા.