GallerySports એલેસ્ટર કૂકને ટીમ ઈન્ડિયાની સલામી… September 7, 2018 ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન એલેસ્ટર કૂક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. 7 સપ્ટેંબર, શુક્રવારથી લંડનના ઓવલમાં ભારત સામે શરૂ થયેલી પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ કૂકની કારકિર્દીની આખરી ટેસ્ટ છે. એ દાવ લેવા મેદાનમાં ઉતર્યો ત્યારે હજારો દર્શકોએ એને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું અને ભારતીય ટીમના ખેલાડીઓએ એને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. 33 વર્ષીય કૂકે એક રેકોર્ડ કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં સતત સૌથી વધુ, 159 ટેસ્ટ મેચ રમનાર તે પહેલો બેટ્સમેન છે. ઓવલ ટેસ્ટ મેચના આરંભ પૂર્વે કૂક 160 ટેસ્ટ મેચોમાં 44.88ની એવરેજ સાથે 12,254 રન બનાવી ચૂક્યો હતો. જેમાં એનો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે, 294. કારકિર્દીમાં એણે 32 સદી અને 56 અડધી સદી ફટકારી. કુલ 1,420 બાઉન્ડરી અને 11 સિક્સરો પણ ફટકારી તથા 173 કેચ પકડ્યા.