મહારાષ્ટ્ર, હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન…

મહારાષ્ટ્રમાં 288 બેઠકો અને હરિયાણામાં 90 બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબર, સોમવારે મતદાન યોજવામાં આવ્યું છે. રાજકીય પક્ષોના અગ્રગણ્ય ઉમેદવારો, નેતાઓ તથા જાણીતી હસ્તીઓએ મતદાન કર્યું એ વેળાની તસવીરો. આ તસવીરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને એમના પત્ની કંચન નાગપુર શહેરમાં મતદાન કર્યા બાદ એમની આંગળી પર શાહીનું નિશાન બતાવી રહ્યાં છે. મતગણતરી અને પરિણામની જાહેરાત 24 ઓક્ટોબરે કરાશે.


હરિયાણાના ચારખી દાદ્રી બેઠક પર ભાજપનાં ઉમેદવાર કુસ્તીબાજ બબિતા ફોગાટે બલાલી ગામમાં મતદાન કર્યું




ટિકટોક સ્ટાર અને ભાજપનાં ઉમેદવાર સોનાલી ફોગાટે હરિયાણાના આદમપુર મતવિસ્તારમાં મતદાન કર્યું.


સોનાલી ફોગાટ


ઓલિમ્પિક મેડલવિજેતા યોગેશ્વર દત્ત (ભાજપ ઉમેદવાર)એ હરિયાણાના બરોડામાં મતદાન કર્યું


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય સુપ્રિયા પવાર-સુળેએ બારામતીમાં મતદાન કર્યું


એનસીપીના ઉમેદવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બારામતીમાં મતદાન કર્યું


પહેલાં મતદાન, પછી લગ્ન




આરએસએસ પ્રમુખ મોહન ભાગવત