GalleryEvents ઉર્મિલા માતોંડકરે પોલીસમાં નોંધાવી ફરિયાદ… April 16, 2019 લોકસભા ચૂંટણી માટે મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર અને ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે 15 એપ્રિલ, સોમવારે બોરીવલી પોલીસ સ્ટેશનમાં જઈને ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ઉર્મિલા સોમવારે સવારે બોરીવલી રેલવે સ્ટેશનની બહાર ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા ત્યારે મારપીટના બનાવને લગતી છે. એવા અહેવાલો હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ 'મોદી મોદી' નારા લગાવતા જાહેર જનતાનાં લોકોની મારપીટ કરી, પણ ઉર્મિલા અને કોંગ્રેસે દાવાને રદિયો આપ્યો છે અને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે એ ખરાબ હરકત ભાજપના કાર્યકર્તાઓની હતી. એમણે ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. ઉર્મિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે એને પોતાનાં જાન પર જોખમ જણાય છે અને મારાં મહિલા સમર્થકોનાં મોભાનું પણ રક્ષણ થવું જોઈએ. દરમિયાન, ઉર્મિલાએ એમનો ચૂંટણીપ્રચાર જોરશોરમાં ચાલુ રાખ્યો છે. એમણે એમનાં મતવિસ્તારના બોરીવલી, કાંદિવલી, દહિસર ઉપનગરોમાં જઈને ચૂંટણી સભાઓ યોજી હતી અને મતદારોને મળ્યાં હતાં.