અઢળક શુભેચ્છાઓ સાથે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. એસ.એસ.સી.નું ૫ માર્ચ, ગુરુવારની સવારે પ્રથમ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાયા હતા. બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શાળા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. પરીક્ષા કેન્દ્રોની બહાર કે અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ કે અનિચ્છનીય બનાવ ન બને એ માટે હોમ ગાર્ડ અને પોલીસ ટીમ ગોઠવી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિઓ અટકાવવા અધિકારીઓ દ્વારા ચેકિગ તેમજ સી.સી.ટી.વી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વહેલી સવારે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ કંકુ તિલક કરી ફૂલોથી સ્વાગત કરી મોં મીઠુ કરાવી ઉત્તિર્ણ થવા શુભેચ્છા પાઠવી હતી. કેટલાક શાળા કેન્દ્રોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે રાઇટર્સને પણ વિશિષ્ટ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]