કેટલીક નવી SUV ભારતીય બજારમાં ઊતરશે, જાણો વિગત…

ભારતીયોમાં SUVનો જબરદસ્ત ક્રેઝ છે. આ જ કારણે આશરે દરેક સેગમેન્ટમાં કેટલીય SUV ઉપલબ્ધ છે. આગામી કેટલાક મહિનાઓમાં કેટલીય નવી SUV ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી પણ કરવાની છે, જેમાં સબ-કોમ્પેક્ટથી માંડીને ફુલફ્લેજ્ડ SUV સુધી સામેલ છે. અહીં આ વર્ષે ભારતીય બજારમાં લોન્ચ થનારી ત્રણ સાત સીટર SUV વિશે જણાવી રહ્યા છીએ.

આગામી કેટલાક મહિનામાં કેટલીક નવી SUV ભારતીય બજારમાં એન્ટ્ર્રી કરવાની છે. અહીં આ વર્ષે ભારતીય બજારમાં લોન્ચ થનારી ત્રણ સાત સીટર SUV વિશે જણાવી રહ્યા છીએ.

MG  હેક્ટર પ્લસ

MG મોટરે ઓટો એક્સપોમાં હેક્ટર પ્લસને પ્રદર્શિત કરી હતી. આ હેક્ટર SUV પર આધારિત છે. હેક્ટર પ્લસ 6 સીટર અને 7 સીટરના ઓપ્શનમાં આવશે. કંપની જૂનમાં એનું 6 સીટરનું વર્ઝન લોન્ચ કરશે. એના કેટલાક મહિના પછી સાત સીટર મોડલને બજારમાં ઉતારવામાં આવશે. હેક્ટર પ્લસ પાંચ સીટરવાળા હેક્ટરવાલા એન્જિન મળશે. આમાં 2.0 લિટર ડીઝલ, 1.5 લિટર ટર્બો પેટ્રોલ અને 1.5 લિટર હાઇબ્રિડ-પેટ્રોલ એન્જિન સામેલ છે. હેક્ટર પ્લસનો દેખાવ હેક્ટર SUVથી થોડો અલગ છે. આની કિંમત 14-20 લાખ રૂપિયાની વચ્ચે હશે.

ટાટા ગ્રૈવિટ્સ

ટાટા ગ્રૈવિટ્સને તહેવારોની સીઝન પહેલાં એટલે કે સપ્ટેમ્બરની આસપાસ લોન્ચ થવાની આશા છે. એ હૈરિયર SUVનું સાત સીટર વર્ઝન છે. એમાં હૈરિયરવાળું 2.0 લિટર ક્રાયોટેક ડીઝલ એન્જિન મળશે. જે 170bhpનું પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. એની સાથે ત6 સ્પીડ મેન્યુઅલ અનમે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન મળશે. માર્કેટમાં ટાટા ગ્રૈવિટ્સનો મુકાબલો હેક્ટર પ્લસ, આવનારી સાત સીટર ક્રેટા અને ન્યુ જેનરેશન મહિન્દ્રા XUV500 જેવી SUVથી થશે. ટાટા ગ્રૈવિટ્સની શરૂઆત 15 લાખ રૂપિયાની આસપાસ રહેવાની આશા છે.

MG ગ્લોસ્ટર

MG ગ્લોસ્ટરને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. એ પ્રીમિયમ SUV ઓક્ટોબરમાં લોન્ચ થાય એવી શક્યતા છે. MGની સાત સીટરવાળી એ SUV ચીનમાં વેચાતી MAXUS D90 પર આધારિત છે. ઇન્ટનેશનલ માર્કેટમાં આ SUVhp પાવરવાળા 2.0 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનમાં આવે છે. એની સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન મળે છે. ભારતમાં એને 218 hp પાવરવાળા 2.0 લિટર ટર્બો-ડીઝલ એન્જિનની સાથે લોન્ટ થવાની આશા છે. માર્કેટમાં એની ટક્કર ટોયોટા ફોર્ચ્યુનર અને ફોર્ડ એન્ડેવર જેવી SUVથી થશે. આની કિંમત 35 લાક રૂપિયાની આસપાસ રાખવામાં આવે એવી શક્યતા છે.