અમદાવાદઃ કલેક્ટર કચેરી ચાલુ હોય એટલે આખાય જીલ્લાના લોકો જુદા જુદા કામ માટે આવતા હોય. સતત ચહલ પહલ જોવા મળે. પરંતુ હાલ વિશિષ્ટ પ્રકારની ભીડ જોવા મળે છે અને એ લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં પોતાનો મત વેડફાઇ ના જાય એ માટે મતદાર યાદીમાં નામ ઉમેરાવવાની માટે છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારના 300 કરતાં વધારે લોકોનું એક ટોળું કલેક્ટર કચેરીની બહાર કાગળીયા લઇ આમ થી તેમ રઝળપાટ કરતાં જોવા મળ્યું. chiitralekha.com દ્વારા જાણવા પ્રયાસ થયો કે આ શેના ફોર્મ ભરવાની દોડા દોડ છે.
ત્યારે એક સાથે જવાબ મળ્યો કેટલાક લોકોના મતદાર યાદીમાંથી નામ ઉડી ગયા છે તો કેટલાક લોકોના યાદીમાં નામ જ નથી. તો નવા ચૂંટણી કાર્ડ માટેની અરજીઓના ફોર્મ છે. સમગ્ર ગુજરાતના વિધાનસભાની બેઠકોમાં આવતા કેટલાય એવા ગામ-શહેરના વિસ્તારોમાં મતદાર યાદીમાંં નામ ઉમેરાવવા અને નવા ચૂંટણી કાર્ડ માટે લોકો મથામણ કરી રહ્યા છે. (અહેવાલઃપ્રજ્ઞેશ વ્યાસ)