આચાર સંહિતાની અસર, ફોટા ગાયબ

અમદાવાદઃ દરેક ગામ-શહેરમાં શાળા-કોલેજમાં પોતાની સાથે ભણતા-રમતા લોકો જ્યારે કોઇ ઉચ્ચ હોદ્દા પર જાય અને નામના મેળવે તો સહુને આનંદ થાય અને ગૌરવ અનુભવે. આવો જ દાખલો અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ભણી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને છેલ્લા કેટલાક વર્ષોમાં એક વિશાળ રાજકીય પક્ષ તરીકે ઉભરી આવેલા ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહ છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે જ એક મોટુ હોર્ડિંગ્સ લગાવ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણી ગયેલી મોટી હસ્તીઓના નામ અને ફોટા મુકવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં વિક્રમ સારાભાઇ, કે. કસ્તુરીરંગન, ઇલાબેન ભટ્ટ, પંકજ પટેલ, સુધીર મહેતા, પ્રણવ મિસ્ત્રી સાથે રાજકીય આગેવાન નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નામ પણ છે. હાલના સંજોગાેમાં નામ છે પરંતુ ફોટા ગાયબ છે… હોર્ડિંગ્સમાંથી કટ ટુ કટ કાપેલી નરેન્દ્રભાઇ અને અમિતભાઇની તસવીરોનું એક કારણ ચૂંટણીની આચારસંહિતા પણ હોઇ શકે… (અહેવાલઃપ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]