GalleryEvents દેશના વિમાનીમથકો ખાતે શરૂ કરાયું રેન્ડમ કોવિડ-19 ટેસ્ટિંગ December 26, 2022 દુનિયાભરમાં કોરોનાવાઈરસ મહામારીના કેસ ફરી વધી જતાં ભારત સરકાર ખૂબ સતર્ક બની ગઈ છે અને દેશભરમાં અનેક વિમાનીમથકો ખાતે પ્રવાસીઓનું રેન્ડમ (અચાનક) કોવિડ-19 પરીક્ષણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોલકાતા એરપોર્ટ પર વિદેશથી આવી પહોંચેલા બે જણને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. એમના નમૂના જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે. એક જણ દુબઈથી અને બીજો મલેશિયાના ક્વાલામમ્પુરથી આવ્યો હતો. બિહારના ગયા શહેરના એરપોર્ટ પર ચાર વિદેશી પર્યટકનો કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમાંના ત્રણ જણ મ્યાનમારના છે અને એક જણ બેંગકોકથી આવ્યો છે. ચારેય જણ એસિમ્પ્ટોમેટિક છે અને એમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. (તસવીર સૌજન્યઃ @mansukhmandviya)