GalleryEvents કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકાએ શરૂ કરી ‘ગંગાયાત્રા’… March 18, 2019 આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોના પ્રચાર માટે પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચાર્જ મેળવનાર પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ 18 માર્ચ, સોમવારે સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મવૈયા ઘાટ ખાતેથી એમની મહત્ત્વાકાંક્ષી 'ગંગાયાત્રા'નો આરંભ કર્યો હતો. એ માટે તેઓ એક સ્ટીમરમાં સવાર થયાં હતાં. એ પહેલાં એમણે ત્રિવેણી સંગમ તટ પર પૂજા-અર્ચના કરી હતી. એ પહેલાં પ્રિયંકા પ્રયાગરાજના હનુમાન મંદિરમાં ગયાં હતાં અને સ્વરાજ ભવન ખાતે પણ ગયાં હતાં. પ્રિયંકાની 'ગંગાયાત્રા' પ્રયાગરાજના છટનાગથી વારાણસીના અસ્સી ઘાટ સુધીની હશે. આ 140 કિ.મી. લાંબી 'ગંગાયાત્રા'ના અંતે તેઓ 20 માર્ચે વારાણસી પહોંચશે. આ ગંગાયાત્રા દરમિયાન પ્રિયંકા સમગ્ર રૂટ પર આવનાર ગામો, નગરોનાં લોકોને મળશે.