પીએમ મોદીએ શિર્ડી સાઈબાબા મંદિરમાં દર્શન કર્યા, બંધમાં ‘જળપૂજન’ કર્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓક્ટોબર, ગુરુવારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના યાત્રાધામ શિર્ડી અને અકોલે તાલુકામાં આવેલા નિળવંડે બંધની મુલાકાત લીધી હતી. શિર્ડીમાં એમણે શ્રી સાઈબાબા સમાધી મંદિરમાં દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. ત્યારબાદ નિળવંડે ડેમ સ્થળે જઈને ‘જળપૂજન’ વિધિ સંપન્ન કરી હતી. એ પ્રસંગે એમની સાથે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ જળપૂજન સાથે વડા પ્રધાને નિળવંડે બંધની એક નહેર રાષ્ટ્રને અર્પણ કરી હતી.