PM મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરી એવોર્ડ એનાયત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 24 ઓગસ્ટ, શનિવારે અબુધાબીમાં યુનાઈટેડ આરબ અમિરાતના સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ઓર્ડર ઓફ ઝાયેદથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ એમને પાટવીકુંવર મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા એમને એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ યુએઈના સ્થાપક પિતા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાનનાં નામે રચવામાં આવ્યો છે. ભારત અને યુએઈ રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા માટે વડા પ્રધાન મોદીએ કરેલા પ્રયાસોની કદરરૂપે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ એવોર્ડથી નવાજેશ કરાયેલી હસ્તીઓ છેઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, રાણી એલિઝાબેથ દ્વિતીય અને ચીની પ્રમુખ શી જિનપિંગ. મોદી બાદમાં બેહરીન ગયા હતા જ્યાં પાટનગર મનામા ખાતે અલ ગુડાઈબિયા મહેલમાં બેહરીનના રાજા હમાદ બિન ઈસા બિન સલમાન અલ ખલીફાએ એમને 'કિંગ હમાદ ઓર્ડર ઓફ રિનેઝન્સ' એવોર્ડ આપીને સમ્માનિત કર્યા હતા. ભારત અને બેહરીનની મિત્રતાને અંજલિરૂપે મોદીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.










બેહરીનના પાટનગર મનામા ખાતે અલ ગુડાઈબિયા મહેલમાં બેહરીનના રાજા હમાદ બિન ઈસા બિન સલમાન અલ ખલીફાએ પીએમ મોદીને 'કિંગ હમાદ ઓર્ડર ઓફ રિનેઝન્સ' એવોર્ડ આપીને સમ્માનિત કર્યા.