GalleryEvents રશિયામાં ઝવેસદા શિપયાર્ડની મુલાકાતે પીએમ મોદી… September 5, 2019 રશિયાની બે-દિવસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 4 સપ્ટેંબર, બુધવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાની સાથે ઝવેસદા શિપયાર્ડ ખાતે લઈ ગયા હતા. ભવિષ્યમાં આ શિપયાર્ડ ખાતે જે જહાજો બાંધવામાં આવશે તે ભારત સહિત અનેક દેશોને રશિયન કાચું તેલ તથા લિક્વીફાઈડ નેચરલ ગેસ ડિલીવર કરશે. આ શિપયાર્ડ આર્કટિક શિપિંગના વિકાસમાં પણ મોટું યોગદાન પ્રદાન કરી રહ્યું છે. વડા પ્રધાન મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ સંસ્થાની બેઠકમાં ભાગ લેવા તથા ભારત-રશિયા 20મી દ્વિપક્ષી શિખર મંત્રણા માટે રશિયા ગયા છે.