GalleryEvents ચંદ્રયાન-3એ ઝડપેલી ચંદ્રની ધરતીના ભાગોની તસવીર August 22, 2023 ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ના ચંદ્રયાન-3 અવકાશયાનના લેન્ડરમાં બેસાડવામાં આવેલા LPDC (લેન્ડર પોઝિશન ડીટેક્શન કેમેરા) એ ચંદ્ર ગ્રહની ધરતીના જુદા જુદા ભાગોની આ તસવીરો ઝડપી છે. ઈસરો સંસ્થાએ તે રિલીઝ કરી છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટના બુધવારે ભારતીય સમય મુજબ સાંજે 6.04 વાગ્યે ચંદ્રમાની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી ઉતરાણ કરવાનું છે.