નિરમા યુનિવર્સીટી ખાતે 26મા વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન

અમદાવાદઃ નિરમા યુનિવર્સીટી ખાતે 26મા વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદવીદાન સમારંભમાં 1659 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આઈટીઈઆરના ડાયરેક્ટર જનરલ, બર્નાડ બીગૂ મુખ્ય અતિથી તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના પ્રેરણાદાયી પ્રવચનમાં ‘Think globally and act locally’નો મંત્ર જણાવી તમે ભારતના ભાવિ માટે કઈ રીતે ઉત્તમ પ્રદાન કરી શકો તે બાબતે વિચારવા જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]