અમદાવાદમાં નવ વર્ષના આગમનની અનોખી ઉજવણી…

અમદાવાદઃ જગત આખામાં નવા વર્ષની ઉજવણી નોખી અનોખી રીતે થતી હોય છે. પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ તરફના દેશોમાં જેમ જેમ નવા વર્ષનું આગમન થતુ જાય એમ સૌ ઉત્સાહ અને ઉમંગમાં આવી જાય. નવા વર્ષને વધાવે લોકોને શુભકામનાઓ પાઠવે અને મોજ કરે. કેટલીક વાર દેશના લોકો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા કે અન્ય દેશો કેવી રીતે ઉજવણી કરે છે એ જોવા ટી.વી.., મોબાઇલ ચેક કર્યા કરે. પરંતુ ક્યારેક આપણી આસપાસ પણ અનોખી ઉજવણી થતી હોય છે.


હા, અમદાવાદના મણીનગરમાં છેલ્લા કેટલાક વર્ષો થી 1 જાન્યુઆરી આવે એટલે હજારો રંગબેરંગી બલુન્સથી આકાશ છવાઇ જાય. અમદાવાદના મણીનગરમાં આવેલા સિયોનનગર પાસેના મેથડિસ્ટ ચર્ચમાં વર્ષના પહેલા દિવસની ઉજવણી કરવા ભેગા થયેલા લોકો પ્રભુને પ્રાર્થના તો કરે જ છે. સાથે એકબીજાને હેપ્પી ન્યુ યર.. કહી આકાશમાં 5000 કરતાં વધારે રંગબેરંગી બલુન્સ છોડે છે. નવા વર્ષની આ અનોખી ઉજવણીથી સૌ કોઇ આનંદીત થઇ જાય છે.

(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)