અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પૂર્વે ભવ્ય રોડ-શો

ગુજરાત  સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વેપારી સંગઠનો અને ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી  અમદાવાદ શહેરમાં આગામી તા. ૧૭ જાન્યુઆરી થી  ૨૮ જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ અંતર્ગત ‘‘ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯’’ નું આયોજન કરવામા આવ્યુ છે.

દેશમાં પ્રથમ વખત જ અમદાવાદ શહેરમાં આ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. જેમાં  વેપારીઓને ધંધાનો  વ્યાપ વધારવાની   તક મળવાની છે. લોકોને તમામ પ્રકારની ચીજવસ્તુઓનો ક્વોલિટી અને અત્યંત વાજબી ભાવે મળે અથવા મોટા ડિસ્કાઉન્ટ સાથે મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

આ રોડશોને મહેસુલ પ્રધાન કૌશિક પટેલે ફ્લેગ માર્ચ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે, આ ફેસ્ટિવલને  સફળ બનાવવા માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ, જયેન્દ્ર તન્ના તેમજ અન્ય મહાનુભાવો સાથે વેપારીઓ, યુવાનો  મોટી સંખ્યામાં જોડાયા હતાં.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]