2019 ને આવકારવા માર્ગો પર જામ્યો મેળો….


વર્ષ 2018ના છેલ્લા દિવસ 31મી ડિસેમ્બર ની શિયાળાની રાત્રે નવા વર્ષ 2019ને આવકારવા અમદાવાદ શહેરના કેટલાક માર્ગો માનવ મહેરામણથી ઉભરાઇ ગયા. દર વર્ષે નવા વર્ષને આવકારવા અમદાવાદ શહેરનો સી.જી. રોડ જનમેદની થી ખીચો ખીચ થઇ જાય છે. આ વર્ષે સી.જી. રોડ ની સાથે એસ.જી. રોડ, નારણપુરા તેમજ પૂર્વ-પશ્ચિમના નવા વિકસેલા વિસ્તારો પણ એકદમ સક્રિય રીતે નવ વર્ષના વધામણાંમાં જોડાઇ ગયા હતા.

આ વર્ષે નવા વિકસેલા વિસ્તારોમાંય હેપ્પીનેસ-સ્માઇલી ના બલુન્સ, લાલ-પીળા-વાદળી-રંગબેરંગી લાઇટીંગ્સ વાળા બલુન્સ અને પીપૂડાનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું. બલુન્સ, પીપૂડા, રંગબેરંગી ટોપીઓ અને બિહામણા, હાસ્યાસ્પદ મુખોટા સાથે યુવાનો મસ્તી કરતા નજરે પડ્યા.

સાંતાક્લોઝ સાથે અનેક વેશભૂષા સાથે ડાન્સ કરતા લોકો શહેરની ફૂટપાથો પર -શો-રુમોની બહાર જોવા મળ્યા હતા.

એકદમ ઠંડા વાતાવરણમાં ટ્રાફિક થી ઉભરાતા ખીચો ખીચ માર્ગો પર અમદાવાદ શહેર પોલીસનો વોચ ટાવર સાથેનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત 31મી ડિસેમ્બરની રાત્રે જોવા મળ્યો હતો.
તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ