મુંબઈમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં…

મુંબઈમાં 24 જુલાઈની વહેલી સવારથી શરૂ થયેલા અને સવારે પણ સતત ચાલુ રહેલા ભારે વરસાદને કારણે સાયન, કુર્લા, હિંદમાતા, લાલબાગ, દાદર, અંધેરી સહિતના વિસ્તારોમાં નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. એને કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો હતો. મધ્ય રેલવે વિભાગના સાયન-માટુંગા રેલવે સ્ટેશનો વચ્ચે પાટા પર પાણી ભરાતાં ટ્રેન સેવાને માઠી અસર પડી હતી. મુંબઈમાં આગામી 3-4 દિવસમાં અતિવૃષ્ટિ થવાનો હવામાન વિભાગનો વરતારો છે.






























સાયન ઉપનગરમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે દ્રષ્ટિગોચરતા ખરાબ થવાથી 3 કાર એકબીજા સાથે અથડાઈ પડી હતી. અકસ્માતમાં 8 જણને ઈજા થઈ હતી.


સાયનમાં 3 કારનો અકસ્માત