બોરીસ જોન્સનનો 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ…

બ્રિટનના નવા વડા પ્રધાન બનેલા બોરીસ જોન્સને 25 જુલાઈ, ગુરુવારે લંડનમાં એમના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રવેશ કર્યો હતો, જ્યાં એમના સ્ટાફે એમનું સ્વાગત કર્યું હતું. જોન્સને બાદમાં ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લોકોને સંબોધન કર્યું હતું. હાજર રહેલાઓમાં એમના પાર્ટનર કેરી સાયમન્ડ્સનો પણ સમાવેશ થાય છે. બ્રિટને યૂરોપીયન યુનિયનથી અલગ થવું (એટલે કે બ્રેક્ઝિટ) એવો થેરેસા મેએ નિર્ણય લીધો હતો. એ માટે તેમણે રજૂ કરેલા કરારને સંસદે નકારી કાઢતા એમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોન્સન વડા પ્રધાન તરીકે થેરેસા મેનાં અનુગામી બન્યા છે. જોન્સન પણ કન્ઝર્વેટિવ પાર્ટીના છે. એ પણ બ્રેક્ઝિટના હિમાયતી છે. આજે ડાઉનિંગ સ્ટ્રીટની બહાર લોકોને સંબોધિત કરતાં પણ એમણે જણાવ્યું હતું કે બ્રિટન ઓક્ટોબરની 31મીએ યૂરોપીયન યુનિયનમાંથી હટી જશે. એમાં કોઈ બાંધછોડને અવકાશ નથી.

બકિંગહામ પેલેસમાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ-2ને મળવા આવ્યા છે નવા વડા પ્રધાન બોરીસ જોન્સન.વિદાય લેનાર વડા પ્રધાન થેરેસા મે બકિંગહામ પેલેસ ખાતે રાણી એલિઝાબેથ-2ને મળ્યા બાદ એમનાં પતિ ફિલીપ મે સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી રવાના થઈ રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]