રેલવે પ્રધાન દર્શના જરદોશે કર્યું ‘ચિનાબ બ્રિજ’ના બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ

કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશે જમ્મુ અને કશ્મીરમાં બંધાઈ રહેલા દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ ‘ચિનાબ બ્રિજ’ના બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાંની તસવીરો એમણે પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ આર્ચ બ્રિજ (અર્ધવર્તુળાકાર) ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજ છે. એમાં 96 કેબલ્સ છે. આ બ્રિજ કેન્દ્રશાસિત જમ્મુ-કશ્મીરમાં કટરા અને રિયાસીને જોડશે. ઊંડી ખીણ, ચારેબાજુ પહાડો અને પ્રતિકૂળ હવામાનના પડકારો ઝીલીને રેલવેના એન્જિનિયરો અને કર્મચારીઓ આ પૂલના બાંધકામ પૂરું કરવામાં અને ભારત માટે એક ઈતિહાસ સર્જવામાં વ્યસ્ત છે. (તસવીર સૌજન્યઃ @DarshanaJardosh)