GalleryEvents ઈન્ડોનેશિયામાં ‘જ્વાળામુખી સુનામી’: 200થી વધુના મરણ… December 23, 2018 ઈન્ડોનેશિયામાં જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે આવેલી સુન્ડા સામુદ્રધુનિમાં 22 ડિસેંબર શનિવારે રાતે લગભગ 9.30 વાગ્યાના સુમારે સમુદ્રના પેટાળમાં ‘અનાક ક્રેકટાઉ’ નામનો જ્વાળામુખી ફાટતાં ભૂસ્ખલન થયું હતું અને એને પગલે દરિયામાં સુનામી મોજાં ઉછળ્યા હતા અને તે આફતે કિનારાના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો અને વિનાશ વેર્યો છે. આ આફતમાં ઓછામાં ઓછા 222 જણ માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. સુનામી મોજાંએ સેંકડો મકાનો અને ઘરોને જમીનદોસ્ત કર્યા છે. પર્યટકો તથા રહેવાસીઓને જાન બચાવવા ભાગી જવું પડ્યું હતું. સુનામીગ્રસ્ત વિસ્તારોમાં ઠેરઠેર મકાનોનો કાટમાળ, ઊંધી વળી ગયેલા વાહનો, તૂટી પડેલા વૃક્ષો જોવા મળ્યા હતા. કારિતા નગરમાં તાન્જુંગ લેસુંગ બીચની નજીકમાં જ એક આઉટડોર રોક બેન્ડ પરફોર્મ કરતું હતું અને એ જ વખતે સુનામી મોજાં ત્રાટકતાં આખો મંચ પાણીમાં ખેંચાઈ ગયો હતો અને સ્ટેજ પરના કલાકારો દર્શકોમાં જઈને પડ્યા હતા. તાન્જુંગ લેસુંગ બીચ પર શનિવારે રાતે ઓપન-એર મ્યુઝિક કાર્યક્રમ ચાલુ હતો એ જ વખતે પાછળ દરિયામાંથી અચાનક આવી પડેલા સુનામી મોજાંએ સ્ટેજ પરથી પોપ બેન્ડના સભ્યોને નીચે ફેંકી દીધા હતા. એ ઘટનાનો ચોંકાવનારો વિડિયો. httpss://youtu.be/QSMT22qCuwY