વંચિત બાળકો માટે ક્રિસમસની ઉજવણી…

આગામી 25 ડિસેમ્બરથી શરુ થતાં ક્રિસમસના તહેવારને લઈને સમગ્ર શહેર ક્રિસમસની ઉજવણી માટેની તડામાર તૈયારી કરી રહ્યું છે. ક્રિસમસની ઉજવણીને યાદગાર બનાવવા શહેરની કોર્ટયાર્ડ બાય મેરિયટ હોટલ પણ સજ્જ થઈ છે. આ વર્ષે તેના નિયમિત મહેમાનો ઉપરાંત વંચિત વર્ગ માટે હોટલ દ્વારા અનોખી રીતે ક્રિસમસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વૈચ્છિક સંગઠન માનવ સાધનાના વંચિત બાળકોને આ તહેવારના આનંદનો અનુભવ ક્રિસમસના તહેવાર પહેલા જ મળી રહે તે માટે કોર્ટયાર્ડ ટીમે ઉત્સાહિત બાળકો સાથે મળીને ફેસ્ટિવ કેન્ડી કેન્સ, એસોર્ટેડ કેન્ડીસ, ગમબોલ્સ, આઈસિંગ સહિતની આકર્ષક વસ્તુઓ સાથે જીન્જરબ્રેડ હાઉસને સુશોભિત કર્યું હતું.

બાળકોને અપાયેલા ગિફ્ટ હેમ્પર્સથી તેમના ચહેરા પર અનોખું સ્મિત રેલાયું હતું અને તેમના આનંદમાં વધારો થયો હતો. અગ્રણી હોસ્પિટાલિટી પ્રોપર્ટી સીઝનના રંગબેરંગી પ્રકાશથી ઝગમગી ઉઠી હતી અને તેના યજમાનો પણ ક્રિસમસ ટ્રીના સુશોભનમાં કોર્ટયાર્ડ મેરિયટની ટીમ સાથે જોડાતાં સમગ્ર માહોલ ક્રિસમસમય બની ગયો હતો.