GalleryEvents મેઘન માર્કલ, પ્રિન્સ હેરીનું ફિજીમાં સ્વાગત… October 23, 2018 બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને એમના પત્ની મેઘન માર્કલ, જેઓ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાય છે, તેઓ ફિજી ટાપુરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસ માટે 23 ઓક્ટોબર, મંગળવારે પાટનગર સુવા પહોંચ્યા ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર તથા રહેવાસીઓએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મેઘન માર્કલ ચાર માસના ગર્ભવતી છે. શાહી પરિવારનું દંપતી ચાર દેશોના 16-દિવસના પ્રવાસે છે.