હુન્ડેઈની 2018ની નવી સેન્ટ્રો ભારતમાં લોન્ચ કરાઈ…

દક્ષિણ કોરિયાની અગ્રગણ્ય ઓટોમોબાઈલ કંપની હુન્ડેઈએ તેની લોકપ્રિય હેચબેક, સેન્ટ્રો નવા લૂક અને અવતારમાં ભારતમાં લોન્ચ કરી છે. આ કંપની ભારતમાં તેની પેટા-કંપની હુન્ડેઈ મોટર કંપની લિમિટેડ (HMIL) મારફત બિઝનેસ કરે છે. એણે સેન્ટ્રો મોડેલની અગાઉની કાર 2014ના ડિસેંબરમાં બંધ કરી હતી. નવી કાર 4-સિલિન્ડર 1.1-લીટર પેટ્રોલ એન્જીન દ્વારા સંચાલિત છે. નવી સેન્ટ્રો ભારતમાં જ બનાવવામાં આવી છે એવું HMILના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ વાય.કે. કૂએ 23 ઓક્ટોબર, મંગળવારે નવી દિલ્હીમાં જણાવ્યું છે. નવી સેન્ટ્રોના ઉત્પાદન માટે હુન્ડેઈએ 10 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. નવી સેન્ટ્રો મિડ-કોમ્પેક્ટ સેગ્મેન્ટમાં મારુતિ સુઝૂકીની વેગનR, સેલેરિયો અને ટાટા મોટર્સની ટિએગો સામે ટક્કર લેશે. નવી સેન્ટ્રોની કિંમત છે, રૂ. 3.90 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી). આ પ્રસંગે બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ ઉપસ્થિત રહ્યો હતો, જે હુન્ડેઈનો બ્રાન્ડ એમ્બેસેડર છે. હુન્ડેઈએ તેની નવી સેન્ટ્રોના પાંચ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કર્યા છે. સીએનજીનો પણ વિકલ્પ આપ્યો છે. આ પાંચ વેરિઅન્ટ છે Dlite, Era, Magna, Sportz અને Asta. આમાં Magna અને Sportz વેરિઅન્ટમાં સીએનજી પર્યાય ઉપલબ્ધ છે. નવી સેન્ટ્રો સાત રંગમાં ઉપલબ્ધ છે – સિલ્વર, પોલાર વ્હાઈટ, સ્ટારડસ્ટ (ડાર્ક ગ્રે), ઈમ્પીરિયલ બેઈઝ, મરીના બ્લૂ, ફિયરી રેડ અને ડાયના ગ્રીન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]