વાવાઝોડા અમ્ફાને કોલકાતા, બંગાળને કર્યું બરબાદ…

બુધવાર, 20 મેએ 190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડા અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા તથા બીજા અનેક ભાગોમાં ભારે વિનાશ સર્જાયો છે. કોલકાતા એરપોર્ટ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અસંખ્ય ઝાડ અને વીજળીના થાંભલા જમીનમાંથી ઉખડીને ઘરો અને રસ્તાઓ પર પાર્ક કરાયેલા વાહનો પર પડેલા જોવા મળ્યા હતા. આ કુદરતી આફતને કારણે રાજ્યમાં 72 જણના જાન ગયા હોવાનો અહેવાલ છે.