કાંકરિયા કાર્નિવલ-૨૦૨૨ઃ પરંપરા-આધુનિકતાનો સંગમ

હેરિટેજ સિટી અમદાવાદનું કાંકરિયા તળાવ જૂના સ્થાપત્ય અને આધુનિકતાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કાંકરિયા તળાવનું નવીનીકરણ કરાવ્યું હતું. ત્યારે એમણે 25 ડિસેમ્બર-31 ડિસેમ્બર સુધી કાંકરિયાના કિનારે ભવ્ય કાર્નિવલની શરૂઆત કરાવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત ‘કાંકરિયા કાર્નિવલ 2022’ની શરૂઆત થઈ ગઈ છે. આ કાર્નિવલમાં બાળનગરી, અટલ એક્સપ્રેસ, નૌકાવિહાર, સ્ટેજ પરના કાર્યક્રમો, હસ્તકલાના સ્ટોલ, ફૂડ સ્ટોલ જેવા અનેક આકર્ષણો છે.

કોરોનાવાઈરસ મહામારીના ફેલાવા પછી આ વર્ષે ફરી શરૂ કરવામાં આવેલા કાંકરિયા કાર્નિવલ-2022માં પણ રોગચાળો ફેલાય નહીં તે માટે પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલને માણવા આવતા લોકોને કોરોનાને લગતી ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરવાની સલાહ અને સૂચનો આપવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)