જનતા કર્ફ્યૂઃ કોરોના સામેની લડાઈમાં ભારત પણ છે દુનિયાની સાથે…
દુનિયાભરમાં હજારો લોકોને બીમાર પાડી એમના મૃત્યુ નિપજાવી, લાખો લોકોને બીમાર પાડી દઈ હાહાકાર મચાવી દેનાર ખતરનાક એવા કોરોના વાઈરસ સામેની લડાઈમાં આજે ભારતવાસીઓ પણ વધારે મક્કમ બની ગયા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને આજે સવારે 7 વાગ્યાથી સ્વૈચ્છિક, સ્વયંભૂ 'જનતા કર્ફ્યૂ'નો અમલ શરૂ કરી દીધો છે.
કોરોના વાઈરસ વધારે ન ફેલાય એટલા માટે પીએમ મોદીએ 'જનતા કર્ફ્યૂ' પાળવાની અપીલ કરી છે. દેશની 1 અબજ 30 કરોડ જેટલી જનતા જો એક દિવસ માટે 'હોમ ક્વોરન્ટીન' નિયમ અપનાવશે તો આ વાયરસનો ફેલાવો નબળો પડી જશે એવી ખાતરી સાથે વડા પ્રધાને જનતા કર્ફ્યૂની હાકલ કરી છે.
શનિવારની મધરાતથી રવિવારે રાતે 10 વાગ્યા સુધી દેશના કોઈ પણ રેલવે સ્ટેશનેથી પેસેન્જર ટ્રેન ઉપાડવાનું બંધ રાખવામાં આવ્યું છે, તેથી રેલવે સ્ટેશનો ખાલીખમ દેખાય છે