મુંબઈમાં INHS અશ્વિની હોસ્પિટલ પર પુષ્પવર્ષા…

કોરોના વાઈરસ જીવલેણ બીમારી સામેના જંગમાં દર્દીઓની સારવાર કરવામાં દિવસ-રાત મહેનત કરીને પોતાનું યોગદાન આપનાર સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને સફાઈકર્મીઓનો આભાર માનવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ 3 મે, રવિવારે દેશભરમાં હોસ્પિટલો પર હેલિકોપ્ટરોમાંથી ફૂલોની પાંખડીઓનો વરસાદ વરસાવ્યો હતો. મુંબઈમાં, નૌકાદળ સંચાલિત ‘INHS અશ્વિની’ હોસ્પિટલ પર સવારે નૌકાદળના એક હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તો સાંજે મુંબઈના સમુદ્રકાંઠે લાંગરેલા નૌકાદળના જહાજોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.(તસવીરોઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]