ભારત, ઉઝબેકિસ્તાન લશ્કરે યોજી સંયુક્ત ત્રાસવાદ-વિરોધી કવાયત

ભારત અને ઉઝબેકિસ્તાનની સેનાઓએ ઉઝબેકિસ્તાનના યાંગીયારિકમાં યોજેલી સપ્તાહ-લાંબી સંયુક્ત ફિલ્ડ ટ્રેનિંગ કવાયતની ત્રીજી આવૃત્તિનું 29 માર્ચ, મંગળવારે સમાપન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં બંને દેશના લશ્કરી જવાનોએ ભાગ લીધો હતો. આ કવાયતને ‘દસ્તલિક’ નામ આપવામાં આવ્યું હતું. કવાયતના આરંભે બંને દેશનાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. ગયા વર્ષે ‘દસ્તલિક’નું આયોજન ઉત્તરાખંડના રાનીખેતમાં કરવામાં આવ્યું હતું. પહેલી આવૃત્તિનું આયોજન 2019માં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં કરવામાં આવ્યું હતું. ‘દસ્તલિક’નો અર્થ થાય છે દોસ્તી.