GalleryEvents આરોગ્ય સેમિનાર: કાચા આહાર આધારિત વેગન લાઈફસ્ટાઈલનું મહત્વ… March 27, 2018 મુંબઈના ગોરેગામ ઉપનગરમાં હાલમાં જ એક આરોગ્ય સેમિનાર યોજાઈ ગયો. ‘અહિંસા પરમો ધર્મ’ દ્વારા આયોજિત તે સેમિનારનો વિષય હતોઃ ‘અહિંસક આહારઃ આરોગ્યઃ શુદ્ધતા’ સેમિનારમાં ‘વેગન લાઈફસ્ટાઈલ’ના મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. એ ઉપસ્થિત રહીને એમની વિદ્યા વિશે જાણકારી આપી હતી. શરીર, મન અને આત્માની કાળજી લેવા માટે વેગન લાઈફસ્ટાઈલ અપનાવવાનું કેટલું આવશ્યક છે તે વિશે ચાઈનીઝ માર્શલ આર્ટ ‘તાઈ ચી’, ‘અષ્ટાંગ યોગ’ના પ્રખર અભ્યાસુ સંદીપ દેસાઈએ જાણકારી આપી હતી. દેસાઈએ તાઈ ચી શોર્ટ ફોર્મ પરફોર્મ કર્યું હતું અને અષ્ટાંગ યોગનાં ‘ઉપવિસ્ત કોણાસન’, ‘નટરાજાસન’ અને ‘તીતીભાસન’ જેવા આસન (પોઝ) પ્રસ્તુત કર્યા હતા. સેન્સાઈ દેસાઈએ વધુમાં કહ્યું કે જો તમે કાચા આહાર આધારિત વેગન લાઈફસ્ટાઈલ અપનાવો તો તમારા શરીરના સાંધાઓ સંપૂર્ણપણે હાઈડ્રેટેડ રહેશે અને શરીર એક બાળકના શરીર જેવું ચપળતાભર્યું રહેશે. સેમિનારમાં શાકાહારી જીવનશૈલીના હિમાયતી બાલુભાઈ ચૌહાણ, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર ભારતના પ્રથમ વેગન કુંતલ જોઈશર, આયર્ન મેન ઓફ ઈન્ડિયાનું ટાઈટલ જીતનાર સિદ્ધાર્થ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.