સુપ્રસિધ્ધ ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, સુપ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ ‘‘છેલ્લો દિવસ’’ના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણીયા તથા ડિરેક્ટર જીગ્નેશન મકવાણા ભાજપામાં જોડાયા.
ભાજપના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત ભાજપાની સદસ્યતા વૃદ્ધિ ઝૂંબેશ ચાલી રહી છે.
‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો ભાજપામાં જોડાયા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગાયિકા ભૂમિ પંચાલ, સનેડો ફેઇમ એક્ટ્રેસ રિયા પંચાલ, સુપ્રસિધ્ધ ગુજરાતી ફિલ્મ ‘‘છેલ્લો દિવસ’’ના રિધમ ભટ્ટ, નદીમ વઢવાણીયા તથા ડિરેક્ટર જીગ્નેશ મકવાણાને ભાજપાનો ખેસ પહેરાવી વિધિવત્ ભાજપામાં આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રધાન શંકરભાઇ ચૌધરી તથા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સમગ્ર જનતા માટે એક ગૌરવ અને આનંદની વાત છે. સતત ૧૯૯૫થી અવિરતપણે ભાજપા પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે.
આશરે ૭૦ વર્ષથી વધારે સમયથી કશ્મીરના વિકાસમાં અવરોધરૂપ એવી કલમ-૩૭૦ હટાવવા માટે દેશના નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ દર્શાવતા હિમ્મતભર્યા ઐતિહાસિક નિર્ણયથી પ્રભાવિત થઇ સમગ્ર દેશ અને ગુજરાતની જનતાનો વધુને વધુ ભાજપા તરફી અપાર પ્રેમ અને વિશ્વાસ પ્રદર્શીત થાય તે સ્વાભાવિક છે.
ભાજપ સંગઠન ભાજપમાં જોડાઇ રહેલ સૌ કોઇનું સ્વાગત કરે છે.